મહાદાન:જામનગરમાં રક્તદાન શિબિરમાં 247 થી વધુ એનસીસી કેડેટસે રક્તદાન કર્યું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારના NCC ડે ની ઉજવણી કરવામાં આવી

જામનગરમાં એનસીસીડી ડે નિમિત્તે નેશનલ હાઈસ્કૂલમાં એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર દ્વારા રતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 247 થી વધુ કેન્ડિડેટ રક્તદાન કર્યું હતું. ગ્રુપ કમાન્ડર કર્નલ દ્વારા કેન્ડીડેટ્સને સંબોધિત કરવામાં આવ્યા હતાં.

નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારેને એનસીસી ડે તરીકે ઉજવામાં આવે છે.ત્યારે જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના 27 ગુજરાત એનસીસી બેટાલિયન તથા 8 ગુજરાત એનસીસી લેવલ યુનિવર્સિટીના કેન્ડિડેટ દ્વારા આ શિબિરમાં રક્તદાન કરવામાં આવ્યું હતું.

શિબિરના એનસીસી ગ્રુપના હેડ ક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર એચ કે સિંઘ તથા ત્રણ અન્ય વરિષ્ઠ એનસીસી અધિકારીઓ, 27 પીઆઈ સ્ટાફ, પાંચ એનએનઓ તથા 247 કેડેટસ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 27 ગુજરાત એનસીસી બીટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનીષ મલ્હોત્રા, લેફ્ટનન્ટ કર્નલ મનીષ દેઓરે, સુબેદાસ મેજર લાલ બહાદુર, આઠ ગુજરાત એનસીસી લેવલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડ ઇસાન ચતુર્વેદી, પીઆઈ સ્ટાફ તથા એ એનો તેમજ રેડક્રોસ સોસાયટીના ચેરમેન બીપીનભાઈ ઝવેરી વાઈસ ચેરમેન અવિનાશ ભટ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...