રસીકરણ:દ્વારકા જિલ્લામાં મહા ડ્રાઈવમાં 24 હજારથી વધુ લોકોએ રસી લીધી

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 172 કેન્દ્રો અને 19 કોવિડ મોબાઈલ વાહનથી ખાસ ઝુંબેશ હાથ ધરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગઇ 17મી એ મહા વેક્સિનેશન ડ્રાઇવનો ખાસ આયોજન હાથ ધરાયો હતો જેમાં 172 કેન્દ્રો અને 19 કોવીડ વેક્સિનેશન વાહન મારફતે 37 હજાર ડોઝ ફાળવાયા હતા જેમાં મોડી રાત સુધી પ્રક્રિયા હાથ ધરી ને 24571 લોકો ને વેક્સિન ના ડોઝ આપવા આપવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ 17મી એ પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિત્તે વેક્સિનેશન ઝુંબેશમાં 172 વેક્સિનેશન કેન્દ્રો અને 19 કોવિડ મોબાઇલ વાહન મારફતે મળી ને કુલ 191 વેક્સિનેશન કેન્દ્ર પર દ્વારકા જિલ્લામાં 24 471 લોકોએ રસી મુકાવી હતી.

જેમાં ખંભાળિયા તાલુકામાં 60 સ્ટેટિક સેશન અને મોબાઈલ વાહન સેશન દ્વારા 10117 લોકોએ રસી મુકાવી હતી અને કલ્યાણપુર તાલુકામાં ૫૪ સ્ટેટીક સેશન અને 6 મોબાઈલ વાહન સ્ટેશન દ્વારા 7325 લોકો એ રસી મુકાવી હતી તેમજ ભાણવડ તાલુકામા 33 સ્ટેટિક સેશન અને 5 મોબાઈલ સેશન મારફતે 3079 લોકો એ રસી મુકાવી હતી અને દ્વારકા તાલુકામાં 25 સ્ટેટિક સેશન અને 3 મોબાઈલ સેશન મારફતે 3950 લોકોએ રસી મુકાવી હતી દ્વારકા જિલ્લામાં 37, હજાર રસીના ડોઝ ફાળવાયા હતા જેની સામે 24471 લોકોએ રસી મુકાવી હતી આ વેક્સિનેશન ખાસ ઝુંબેશ માં વેક્સિનેશન કેન્દ્ર પર લોકોની મોટી કતારો લાગી હતી અને મોડી રાત્રી સુધી વેક્સિનેશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ પંડ્યાએ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...