અન્નકૂટ દર્શન:જામનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 200થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષના પ્રારંભે સ્વામીનારાયણ મંદિરમાં 14 હજારથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

જામનગરમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને 200 પકવાનના અન્નકોટ ધરવામાં આવ્યો હતો. જેમાં સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનિધિ સ્વામી સહિતના સંતો જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.

સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતનવર્ષના પ્રથમ દિવસે અક્ષરપુરુષોત્તમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ અને ગુરુપરંપરા સમક્ષ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મંદિરને શણગારવામાં આવ્યું હતું. તેમજ મંગળા આરતી કરવામાં આવી હતી. ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની 200થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

નવા વર્ષના પ્રારંભે સ્વામીનારાયણ મંદિરમાં 14 હજારથી વધુ ભક્તોએ દર્શન કરી, પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરે નવા વર્ષની શરૂઆતથી દર્શન કરી અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારબાદ પ્રસાદ લીધો હતો અને હરિભક્તોએ સંતોના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી હતી.

સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ધરવામાં આવ્યો ત્યારે એએસપી નિતેશ પાંડે વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેરામણ ભાટુ અને ઉદ્યોગપતિ સ્નેહલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...