નિરીક્ષણ:શહેરના રણમલ તળાવ પર પક્ષીની માહિતી મેળવવા 100 થી વધુ પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા પક્ષી નિર્દશન કાર્યક્રમ યોજાયો

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વીકની ઉજવણીના ભાગરૂપે રવિવારે તળાવની પાળ પર યોજાયેલા પક્ષી નિર્દશન કાર્યક્રમમાં શહેરભરમાંથી 100 થી વધુ પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. જામનગરના રણમલ તળાવ ખાતે યોજાયેલા પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ઉપસ્થિત પક્ષીપ્રેમીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પક્ષીઓને માહિતી જામનગરના પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા અને હિરેનભાઈ ખંભાયતા દ્વારા આપવામાં આવી હતી. જામનગરનું રણમલ તળાવ દેશ વિદેશ ના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે.

અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળી રહેતી હોય130 થી વધુ પ્રજાતિનાપક્ષીઓ જોવા મળે છે. તાજેતરમાં આવેલા વરસાદ બાદ તળાવ છલોછલ ભરાય ગયું હોય પક્ષીઓ પણ વધુ સંખ્યામાં બચ્ચા સાથે જોવા મળ્યા હતાં. હાલ કોરમોરેન, કોમડક, કુટ, પરપલ હેરન, સિગલ, કેસ્ટેડ ગ્રીબ અને ટન, કિંગ ફિશર, બ્લેક આઈબીશ વિગેરે જોવા મળે છે. પક્ષીપ્રેમીઓએ પક્ષીઓના ખોરાક તેમની ટેવ અને કલર વિશે માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...