તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડડભૂસ:વધુ વરસાદથી પાક બગડ્યો, નબળી ગુણવત્તાથી અજમાના ભાવમાં ગાબડું

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હરાજીમાં બોલાયેલા રૂા.6200ના રેકર્ડબ્રેક ભાવ રૂા.4700 પર પહોંચી ગયા
 • જામનગર યાર્ડમાં એક જ દિવસમાં સૂકા મરચાની અધધ 12000 મણ આવક

જામનગર સહિત અન્ય જિલ્લામાં વધુ વરસાદથી પાક બગડતા નબળી ગુણવતાયુકત અજમો જામનગર યાર્ડમાં આવતા બે-ત્રણ દિવસમાં અજમાના ભાવમાં મસમોટું ગાબડું પડયું છે. હરાજીમાં રૂ.6200 બોલાયેલા રેકર્ડબ્રેક ભાવ રૂ.4700 પર પહોંચી ગયા છે. યાર્ડમાં એક જ દિવસમાં સૂકા મરચાની અધધ 12000 મણ આવક થઇ છે.જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે જુદ-જુદી જણસની કુલ 43478 મણ આવક થઇ હતી. રાજયભરના અજમાના ભાવ જામનગર યાર્ડમાં નકકી થતાં હોય ચાલુ વર્ષે હરાજીમાં અજમાના રેકર્ડબ્રેક ભાવ રૂ.6200 બોલાયા હતાં. પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી અજમાના ભાવમાં કડાકો બોલ્યો છે.

જામનગર સહિત અન્ય જિલ્લમાં વધુ વરસાદના કારણે અજમાનો પાક બગડયો છે. આથી નબળી ગુણવતાનો અજમો આવતા જામનગર યાર્ડમાં ગુરૂવારે હરાજીમાં અજમાના ભાવ ઘટીને રૂ.2300 થી 4705 બોલાયા હતાં.જયારે સૂકા મરચાની સૌથી વધુ 12000 મણ આવક થઇ હતી. જેના હરાજીમાં ભાવ રૂ.1000 થી 2590 બોલાયા હતાં. તદઉપરાંત ચણાની 8296, અરેંડાની 2170, રાયડાની 3392, કપાસની 6258, જીરૂની 1320, અજમાની 3354 મણ આવક થઇ હતી. તલના ભાવ ઘટતા રૂ.1600 થી 1725 બોલાયા હતાં. વધુ વરસાદના કારણે પાક બગડતા ગુણવત્તા નબળી પડી હતી જેના પગલે ભાવ ઘટી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો