જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આગજનીના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સવારે 11 વાગ્યે નવા બિલ્ડીંગના પ્રથમ માળે આગ લાગી છે, અને 2 દર્દીઓ આગ માં ફસાયા છે, તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડીના જવાનો ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.જયાં દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ સમયે જી.જી. હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગની ટૂકડી પણ હાજર રહી હતી અને માત્ર 10 મિનિટમાં જ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવામાં આવી હતી, અને મોકડ્રીલ ને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સરકારી જી.જી હોસ્પિટલના સિક્યુરિટી વિભાગ તેમજ મનપાના ફાયર બ્રિગેડની ટુકડી ઉપરાંત સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ જી.જી. હોસ્પિટલના તબીબો તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ વગેરેની સતર્કતા ચકાસવા ના ભાગ રૂપે દર મહિનાના છઠ્ઠી તારીખે આ કવાયત યોજવામાં આવે છે, જેના અનુસંધાને શુક્રવારે પણ મોકડ્રીલ યોજાઈ હતી અને પૂર્ણ કરી લેવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.