ફરિયાદની તજવીજ:હરિદ્વાર ભાગવત સપ્તાહમાં પોથીના નામે પૈસાની છેતરપિંડી ?

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓનું ટોળુ પોલીસ સ્ટેશન ધસી ગયું, ફરિયાદની તજવીજ

જામનગર શહેરમાં ભાગવત સપ્તાહમાં પોથી લખાવવાના નામે 3100 રૂપિયા ઉઘરાવી હરદ્વાર લઈ જવાનું કહીને લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેનાર મહિલા તથા રાજકોટના શખસ સામે મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન ધસી જતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે, ટ્રેન કેન્સલ થતા હરદ્વાર લઈ જવામાં આવ્યા ન હતા તેવું સંચાલકોનું કહેવું હતું એટલે પોલીસના હાથ પણ હેઠા પડ્યા છે. પરંતુ અમૂક લોકોના હઠાગ્રહથી પોલીસ ફરિયાદ કરવાની મોડેથી તજવીજ થતી હોવાનું જાણવા મળે છે.

જામનગરમાંથી હરદ્વારમાં થનાર ભાગવત સપ્તાહમાં પોથીમાં નામ લખાવી રૂા.3100 લઈ લેનાર મહિલાએ પોતાની સાથે છેતરપિંડી કરી હોવાની રજૂઆત સાથે મહિલાઓનું ટોળુ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયું હતું જ્યાં તેમણે રૂા.3100ની પહોંચ રજૂ કરી હતી. સેંકડો મહિલાઓએ આવી પહોંચ રજૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પરંતુ જેને પૈસા ઉઘરાવ્યા હતા તે મહિલા પણ પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી અને ટ્રેન રદ્દ થઈ હતી જેના કારણે લઈ જવામાં આવ્યા ન હતા તેવું પોલીસને નિવેદન આપ્યું હતંુ.

આ સંઘ રાજકોટથી ઉપડવાનો હતો પરંતુ આખી ટ્રેન કેન્સલ થતા બબાલ સર્જાઈ અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો હવે મહિલાઓ સમજવા તૈયાર નથી અને પોલીસને પણ આ બાબતે શું કરવું તે કંઈ ગતાગમ પડતી ન હતી. દરમિયાન મોડેથી આ બાબતે ફરિયાદની તજવીજ થતી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...