વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર અંતિમ તબકકામાં છે ત્યારે જામનગરમાં લાખાબાવળ પાટિયા પાસે, ગોરધનપરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારના સતત પ્રયાસ કારણે ગુજરાત અને દેશમાં સમૃધ્ધિ આવી છે.
આજે બહારથી આવતા લકોને ભારત વિશે જાણવું અને સમજવું છે. જામનગરમાં માર્ગો અને ફલાય ઓવર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જામનગર-કાલાવડ ફોર લેન રોડની સ્વીકૃતિ થઇ ગઇ છે. જામનગરમાં પીનથી માંડીને એરોપ્લેનના પાર્ટસ બનાવવાની તાકાત છે.
ટુરિઝમના વિકાસના કારણે બેટ દ્રારકાના સિગ્નેચર બ્રીજનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે તો શીવરાજપુર બીચ દેશભરમાં જાણીતો બન્યો છે. ગુજરાતમાં પહેલા સાયકલ બનતી ન હતી. હવે એન્જીનીયરીંગની દુનિયામાં હબ બન્યું છે.
ડીજીટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના વિકાસના કારણે ભારતનો દુનિયાભરમાં ડંકો વાગ્યો છે. ગરીબના ઘેર પણ મોબાઇલ ફોન પહોંચ્યા છે. તેમણે કોંગ્રેસ અને અર્બન નકસલો ગુજરાતની શાંતિ અને વિકાસમાં અવરોધ રૂપ હોય તેનાથી સાવચેત રહેવા અને ગુજરાતમાં વધુ વિકાસ થાય તે માટે વધુને વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.