માર્ગદર્શન:જામનગરમાં વીજ અકસ્માત નિવારણની મોકડ્રીલ યોજાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલામત કાર્યપદ્ધતિ કરવા અંગે માર્ગદર્શન
  • રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસની ઉજવણી કરાઇ

જામનગરમાં વર્તુળ કચેરીમાં રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પીજીવીસીએલ શહેર વિભાગીય કચેરી હેઠળ આવતા દરેક પેટા વિભાગ તથા તેમના નાયબ ઇજનેર અને જુનિયર ઈજનેર તથા દરેક ટેકનીકલ સ્ટાફની હાજરીમાં ફિલ્ડ પરની કાર્યપદ્ધતિ સલામત રીતે કરવામાં આવે તે માટે વીજ અકસ્માત નિવારણ અર્થે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ દરેક કર્મચારીને સલામત કાર્યપદ્ધતિ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. વીજ ગ્રાહકોને સલામત રીતે વધુ સારી સેવા આપવાની દિશામાં કામ કરવાના સૂચનો કરાયા હતાં. આ તકે શહેર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર એન.એફ. દોશી તથા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એ.કે. પરમાર, નાયબ ઇજનેર ડી. ડી મારૂ, એસ.ડી. પરમાર,એસ.આર.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...