તસ્કરી:શહેરમાં છાત્રા સહિત 8 આસામીના મોબાઇલ ચોરી

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ગુજરી બજારમાં ગઠીયા કળા કરી ગ્યા
  • રૂા. 67 હજારના ફોન ઉઠાવીજનાર તસ્કરોની શોધખોળ

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજાર અંદર પરીવાર સાથે ખરીદી અર્થે ગયેલી વિધાર્થીની યુવતિ સહિત જુદાજુદા 8 લોકોનો મોબાઇલ ફોન કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.જુદા જુદા 67 હજારના મોબાઇલ ફોનની ઉઠાંતરી મામલે ગુનો નોંધી પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરની ભાગોળે એરફોર્સ-1 રોડ નજીક ઢીંચડા પ્લોટ વિસ્તારમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા નેહાબેન ચંદુલાલ હુંબલ નામની વિધાર્થીનીએ પોતાનો તથા અન્ય સાત લોકોના જુદી જુદી કંપનીના રૂ.67 હજારની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી જવા અંગે સીટી એ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી છે.પોલીસે જુદા જુદા આઠ આસામીના મોબાઇલ ફોનની તફડંચી કરનાર તસ્કરની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભોગગ્રસ્ત પરીવાર સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ગુજરી બજારમાં ખરીદી અર્થે ગઇ હતી જે વેળાએ પર્સમાં રાખેલા મોબાઇલની ઉઠાંતરી થયાનુ જાહેર થયુ છે.આ ઉપરાંત અન્ય સાતેક લોકોના પણ જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન ઉઠાવગીરો ચોરી કરી લઇ ગયાનુ સામે આવ્યુ છે.શહેરમાં મોબાઇલના સક્રિય બનેલા ઉઠાવગીરોને સકંજામાં લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ફોનની ઉઠાતરીના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે ત્યારે પોલીસે પણ તસ્કરોને ઝબ્બે કરવા સઘન તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...