સારવાર સહિતની સેવા શરૂ:જામનગર શહેરમાં 2 વેટરનરી ડોકટરો સાથે મોબાઈલ એનીમલ ડીસ્પેન્સરી કાર્યરત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલ પરીવાર દ્વારા ઔષધ યુકત લાડવા, સારવાર સહિતની સેવા શરૂ

જામનગર પંથકમાં ગૌવશમાં તિવ્ર ઝડપે ફેલાય રહેલા લમ્પી વાયરસ સામે અબોલ પશુઓને રક્ષણ આપવા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે શહેરમાં મોબાઈલ એનીમલ ડીસ્પેન્સરીનો પ્રારંભ કરાયો છે.

શહેરમાં ગૌવંશને લપેટમાં લઈ રહેલા આ વાયરસ સામે પશુઓને સુરક્ષા કવચ મળી રહે તેવા ઉદેશ સાથે લાલ પરિવારના આ બન્ને ટ્રસ્ટો દ્રારા ઔષધયુકત લાડવા બનાવીને ગૌવંશને ખોરાક તરીકે આપવામાં આવે છે સાથે જ વાયરસ નાશ પામે તે માટે ફટકડીવાળા ઔષધી સાથેના પાણીથી ગૌવશને સ્નાન કરાવવું, સ્પ્રે રૂપે છાંટવાની પ્રવૃતિ પણ હાથ ધરવામાં આવી છે, સાથે ગૌવંશને સાકરનું પાણી પણ પીવડાવવામાં આવી રહયું છે.

સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે, શહેરમાં ગૌવંશને લમ્પી રોગથી બચાવવા માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં બે વેટરનરી ડોકટરો સાથેની મોબાઈલ એનીમલ એમ્બ્યુલન્સ જેવું ખાસ વાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લમ્પી વાયરસ સાથે ગૌવશને ઉગારવા માટે સવારે 10 થી સાંજે 6 સુધી કાર્યરત કરવામાં આવ્યું છે અને જરૂર પડયે આ વાનની સેવાનો સમય વધારવા માટે પણ પ્રયાસરત રહીશું.

શહેરના કોઈપણ વિસ્તારમાં ગૌવંશને લમ્પી વાયરસ અંગે સારવાર-સેવાની જરૂર હોય તો એચ.જે.લાલ ટ્રસ્ટ ગૌસેવા હેલ્પ લાઈન નં. 91064 19989નો સંપર્ક કરવા જણાવાયંુ છે. શહેરના જે કોઈ વિસ્તારમાં ગૌવંશને ઔષધયુકત લાડવા ખવડાવવાની જરૂરિયાત હોય તો ગૌસેવકોને સંસ્થાના કાર્યાલય ઝુલેલાલ મંદિર સામે, જુના રેલ્વે સ્ટેશન પાસે રાત્રે 9.30 થી 10.30 દરમિયાન સંપર્ક કરવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...