સમસ્યા યથાવત:શહેરમાં રખડતા ઢોરની વણઝાર છતાં સપ્તાહમાં મનપાએ માત્ર 45 ઢોર પકડ્યા

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ટીમ તૈયાર દૈનિક બે શીફટમાં કામગીરીના દાવા
  • શહેરમાંથી 56.5 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂા. 20100 દંડની વસૂલાત

જામનગરમાં રખડતા ઢોરની વણઝાર વચ્ચે સપ્તાહમાં મનપાએ 45 ઢોર પકડી પાડતા આશ્ચર્ય સર્જાયું છે. રખડતા ઢોરની પારાવાર સમસ્યા વચ્ચે મનપાએ બે ટીમ તૈયાર કરી દૈનિક બે શીફટમાં ઢોર પકડવાની કામગીરીના દાવા કર્યા છે. બીજી બાજુ શહેરમાંથી 56.5 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.20100 દંડની વસૂલાત કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફીકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવા માટે બે ટીમ તૈયાર કરી દૈનિક બે શીફટમાં કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત ચાલુ સપ્તાહ દરમ્યાન કુલ 45 ઢોર પકડી પાડયા છે.

પરંતુ આમ છતાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ સઘન બનાવામાં આવનાર હોય ખાનગી માલીકીના ઢોર પકડાશે તો તેવા કિસ્સામાં ઢોર માલીકો સામે દંડનીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

સેનીટરી ઇન્સપેકટરોની 4 ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં 75 માઇક્રોનથી ઓછી ગુણવતાવાળું પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ રતા વેપારી, દુકાનધારકો, ધંધાર્થીઓ સામે ઝુંબેશ શરૂ કરી 56.5 કીલો પ્લાસ્ટિક જપ્ત કરી 42 આસામી પાસેથી કુલ રૂ.20100 દંડની વસૂલાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...