જામનગરના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ધારાસભ્ય રિવાબાએ શુભેચ્છાઓ મોકલીને બોર્ડના પરીક્ષાર્થીઓ ને ઉત્સાહીત કર્યા હતા દરમ્યાન વિશેષ રૂપે શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓએ સ્ટુડન્ટસના કેન્દ્રો પર સન્માન કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે મહત્વનો સંદેશો પાઠવતા 78 જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કવડાપ્રધાન પરીક્ષા પર ચર્ચા થી બાળકોને પ્રોત્સાહીત કરે છે ત્યારે આપણા સૌની આ પ્રસંગે જવાબદારી વધે છે. આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટેની રીસિપ્ટ વિતરણ સમયે ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ખાસ સંદેશા વડે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આગામી 14મી તારીખથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે ત્યારે ધારાસભ્ય રિવા બાદ જાડેજા તરફથી 5 હજાર વિદ્યાર્થીઓને એક શુભેચ્છા પત્ર અને સ્મુતિ ભેદ તરીકે બોલપેન આપી શુભકામના પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યારે આજરોજ ડીસીસી હાઇસ્કુલ અને મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યક્રમ રાખવામાં આવ્યું હતો તેમ જ ધારાસભ્ય રિવાબા જાડેજા વિધાનસભામાં સત્ર ચાલુ હોવાથી હાજર રહી શક્યા ન હતા. ખાસ કરીને ડીસીસી હાઈસ્કૂલ પસંદ કરવાનો હેતુ એ હતો કે, જ્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ધારાસભ્ય રિવાબા જાડેજા ના પતિ પણ ડીસીસી હાઈસ્કૂલ માંથી જ ભણીને આગળ આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પત્ર અને સ્મૃતિ ભેટ આપવાનો કાર્યક્રમ અહીંથી શરૂ કરવામાં આવ્યું છે.
તેમજ શહેરભાજપ પ્રમુખ વિમલ કગથરા મહામંત્રીઓ મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા, પુર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેષ ઉદાણી, કોર્પોરેટર નિલેષ કગથરા મોનાણી, સા.શિક્ષણ સમિતી સભ્ય રમેશભાઇ કંસારા, યુવા ભાજપ પ્રમુખ દિલીપસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરીક્ષાર્થીઓને આત્મવિશ્ર્વાસથી તૈયારી કરી પરીક્ષા આપવા પ્રોત્સાહીત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.