તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કોરોનામાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને અકસ્માત વીમા યોજના હેઠળ સહાય ચૂકવવા ધારાસભ્ય રાઘવજી પટેલની રજૂઆત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

ગુજરાત રાજ્યમાં કોરોના ના કારણે મૃત્યુ પામતા ખેડૂત અને ખેત મજુરોને અકસ્માત વીમા યોજના હેઠળ સમાવેશ કરી સહાય ચૂકવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અનેક કૃષિમંત્રી આર.સી.ફળદુ અને રજૂઆત કરી છે.

હાલ કોરોનાની મહામારી રાજ્યમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતો અને ખેત મજૂરો દિન-પ્રતિદિન મરણ પામે છે આવા કુટુંબનો મોભી વ્યક્તિ મરણ પામતા કુટુંબ નિસ:હાય અને નિરાધાર બની ગયા છે અને તેમને કુટુંબનું ભરણપોષણ કરવામાં પણ પારાવાર તકલીફ પડે છે.જેમાં વધારામાં કામ ધંધા બંધ છે જે કંઈ રકમ બચત હોય તે પર કોરોના ની સારવારમાં ખર્ચાઈ જાય છે આવી દયનિય સ્થિતિમાં રાજ્ય સરકાર આવા પરિવાર માટે વારે આવે તે સમયની તાતી જરૂરિયાત છે.

આવા સંજોગોમાં રાજ્ય સરકાર ની ખેડૂતના પરિવાર માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અને ખેત મજૂરો માટે શ્રમ વિભાગ દ્વારા વીમા યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે અને આ આયોજન નું ચુકવણું રાજ્ય સરકારના ફંડમાંથી કરવામાં આવે છે તો તાત્કાલિક આ બંને યોજનામાં કોરોના ને કારણે મરણ પામતા ખેડૂતો અને ખેત મજુરોને સમાવેશ કરી ઉદાર હાથે સહાય કરવા રજૂઆત ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...