ધુળેટીની ઉજવણી:ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ અને જામનગર શહેર ભાજપ દ્વારા વૃદ્ધા આશ્રમમાં ધુળેટી પર્વની ઉજવણી કરી

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે વૃદ્ધાશ્રમમાં ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ ધુળેટી બનાવી જેમાં વૃદ્ધાશ્રમના મહિલા વૃદ્ધો અને મુક્તબધીર બાળકો સાથે ધુળેટી મનાવી ત્યારે બાળકોના જીવનમાં પણ રંગોની જેમ જીવન રંગીન બને તેમ બાળકો સાથે ધારાસભ્ય સહિત શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા કોર્પોરેટર નિલેશ કગથરા કેતન નાખવા શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટું તેમ જ આગેવાનો સાથે જામનગર શહેરની મધ્યમાં આવેલ બાવા સેવા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમી રંગત્સવ ના પર્વની ઉજવણી કરી અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓ અને મુખબધીર જ બાળકોના જીવનમાં રંગ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ધારાસભ્ય સહિત કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો દ્વારા મુક બધીર બાળકોને તેમજ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મહિલાઓને ધુળેટી પડવાના રંગો ઉત્સવ સાથે નાસ્તો કરાવી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી

જામનગર શહેરમાં ધુળેટી પર્વ રંગોત્સવ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાય જેમાં 79 દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યશ અકબરી એ જામનગર શહેરમાં આવેલ આણદાબાવા સેવા સંસ્થામાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો મહિલાઓ અને મુખ બધિર બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી જેમાં બાળકોને રંગોથી રંગ્યા જ્યારે મુક્બધીર બાળકોએ પણ મન મૂકીને રંગત્સવ માં રંગો ઉડાડ્યા અને એકબીજા પર રંગો નાખ્યા સાથે સાથે ધારાસભ્યને પણ રંગોથી રંગ્યા ત્યારે શહેર ભાજપ પ્રમુખ કોર્પોરેટરો સહિતો ને પણ બાળકોએ મન મૂકીને ધુળેટી પર્વમાં રંગોથી રંગ્યા હતા અને બાળકોએ મન મૂકીને સૌપ્રથમ વખત આવી ભવ્ય ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી જ્યારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ધુળેટી પર્વની ઉજવણી રાબેતા મુજબ એમ પી શાહ વૃધ્ધા આશ્રમમાં કરી હતી ત્યાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે નાસ્તો કરી ધુળેટી પર્વની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરી હતી

જામનગરના પોલીસ હેડ ક્વોટર ખાતે જિલ્લા પોલીસે ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સજોડે એકબીજાને રંગો લગાડી અને રંગ ઉત્સવની ઉજવણી કરી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના ડીવાયએસપી, અલગ-અલગ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓએ ધુળેટી પર્વની પરિવાર સાથે એકબીજા પર રંગો ઉડાડી ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.

આ ઉપરાંત સેવન સીઝન રિસોર્ટમાં ધુળેટી પર્વનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના યુવા વર્ગ રંગ ઉત્સવની ડીજેના તાલ અને રેન ડાન્સ સાથે મોજ માણી હતી. પાર્ટી પ્લોટો તેમજ રિસોર્ટમાં પણ ધુળેટી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ ડીજેના તાલ સાથે ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી.

નર્સિંગ પરિવાર તેમજ જીજી સરકારી હોસ્પિટલ દ્વારા નર્સિંગ કેમ્પસમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીજેના તાલ સાથે યુવાઓ ઝુમી ઉઠ્યા હતા. બીજી તરફ આયુર્વેદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશીઓએ પણ ધુળેટીના રંગોમાં રંગાયા હતા અને રંગ ઉત્સવના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણીમાં જુમી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...