હવામાન:હાલારમાં મિશ્ર ઋતુ : રાત્રે ટાઢક, બપોરે ગરમી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો, ધીરે-ધીરે હેમાળાના પગરવના સંકેત

જામનગર સહિત હાલારમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહયો છે.ખાસ કરીને લઘુતમ તાપમાનમાં ક્રમશ: ઘટાડો થયો છે અને પારો 23 ડીગ્રીએ પહોચી જતા રાતભર વાતાવરણમાં ટાઢકનો અહેસાસ જનજીવને કર્યો હતો.જોકે, બપોરે સુ્ર્યનો મિજાજ યથાવત રહેતા ગરમીના પગલે બેવડી ઋતુ સમો માહોલ રહે છે. હાલારમાં ઘીરે ઘીરે હેમાળાના પગરવના સંકેત જોવા મળી રહયા છે.ખાસ કરીને વહેલી સવારે વાતાવરણમાં ટાઢકનો અહેસાસ લોકો કરી રહયા છે.જામનગરમાં સોમવારે લઘુતમ તાપમાન વધુ અડધો ડીગ્રી નીચે સરકી 23 ડીગ્રીએ પહોચી ગયુ હતુ.જેથી રાહદારીઓએ હળવી ઠંડીના ચમકારાનો પણ અનુભવ કર્યો હતો.

જોકે,હજુ મહદઅંશે બેવડી ઋતુનુ સંક્રમણ સમુ વાતાવરણ રહે છે.જેમાં રાત્રે ટાઢક તો બપોરે આંશીક ગરમીનો અનુભવ જનજીવને કર્યો હતો.જામનગરમાં મહતમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો જેથી બપોરે તાપનુ જોર ઘટયુ હતુ. જોકે,હજુ પણ 84 ટકાએ ભેજનુ પ્રમાણ પહોચતા ઉકળાટ અને બાફનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...