કામગીરી:ગુમ યુવાનનો મૃતદેહ ડેમમાંથી મળ્યો, રાજકોટથી ગુમ થયેલા યુવાનનું શુક્રવારે ડેમ નજીકથી મોટરસાયકલ મળી આવ્યું હતું

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગર નજીક કાલાવડ રોડ પર આવેલ વિજરખી ડેમમાંથી રાજકોટના ગુમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. શુક્રવારે સાંજે ડેમ સાઈટ પરથી યુવાનનું મોટર સાયકલ મળી આવ્યા બાદ આજે સવારે ફાયરની ટીમે ડેમમાંથી યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જેને લઈને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે મૃતકનો કબજો સંભાળી આ બનાવ અકસ્માતનો છે કે પછી આપઘાતનો ? એ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગર તાલુકાના વિજરખી ગામે આવેલ વિજરખી ડેમ પાસેથી ગઈ કાલે એક મોટરસાયકલ મળી આવ્યુ હતું.

જો કે ચાલક નહિ મળતા ડેમ સાઈટ પર શોધખોળ કરાઈ હતી. આ બાઈક રાજકોટના રશ્મીન રમેશભાઈ ગજ્જર નામના યુવાનની હોવાનું અને તે બે દિવસથી મોટર સાયકલ સાથે ગુમ થયો હોવાનું સામે આવ્યું હતું. જે બિનવારસુ મોટરસાયકલનો પોલીસે કબજો સંભાળ્યો હતો. દરમિયાન જામનગર ફાયરની ટીમે ગઈ કાલે સાંજે ડેમ સાઈટ પર પહોંચી શોધખોળ કરી હતી. પરંતુ રાત પડી જતા શોધખોળ રોકી દેવાઈ હતી.

પરંતુ શનિવારે સવારે ફાયરની ટીમે ફરી ઓપરેશન શરુ કર્યું હતું. જેમાં બાઈક મળ્યું તેની નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને ફાયરે પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાજકોટ પોલીસનો સંપર્ક કરી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...