તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધખોળ:કાલાવડના છત્તર ગામે પરિણીતા પુત્ર સાથે લાપત્તા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડા લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા’તા

કાલાવડ તાલુકાના છત્તર ગામે માતા અને પુત્ર કપડા લેવા જવાનું કહી ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં અને તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા પોલીસમાં ગુમનોંધ થઈ છે જેના આધારે પોલીસે માતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના છત્તર ગામે રહેતા અને મજૂરીકામ કરતા ઘનશ્યામભાઈ પંચાલની પત્ની રંજનબેન ગત તા.27-5-2021 સવારના 8 કલાકે પોતાના પુત્ર સુમિત (ઉ.વ.5) સાથે ઘરેથી કાલાવડ કપડા લેવા જવાનું કહી ગુમ થઈ ગઈ હતી. તેણીનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો. આડોશ-પાડોશ અને સગા-વ્હાલામાં તપાસ કરતા મળી ન આવતા આ અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુમનોંધની ફરિયાદ કરી છે જેના આધારે કાલાવડ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...