તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:સેલિબ્રેશન, ફ્રેન્ડસ અને પાર્ટીને બહુ મીસ કરી રહ્યા છીએ : કોલેજિયન્સ

જામનગર10 દિવસ પહેલાલેખક: કેશા ઠાકર
  • કૉપી લિંક
હેતલ બદીયાણી, હેતલ બદીયાણી, હર્ષ ડોડીયા, બંસી દત્તાણી, કપુર, ડો.ચિંતન વોરા ( ડાબેથી ) - Divya Bhaskar
હેતલ બદીયાણી, હેતલ બદીયાણી, હર્ષ ડોડીયા, બંસી દત્તાણી, કપુર, ડો.ચિંતન વોરા ( ડાબેથી )
  • બેન્ચ પરથી બેડ પર આવી ગયો અભ્યાસ
  • જામનગર સહિત હાલારમાં ઇતર પ્રવૃતિ બંધ થતાં છાત્રોનો વિકાસ રૂંધાયો : પ્રોફેસર્સ

કોરોના મહામારીના પગલે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે કોલેજ દરમિયાન કરવામાં આવતી શારીરિક-માનસિક વિકાસને લગતી સાંસ્કૃતિક કાર્યક્રમો, મેનેજમેન્ટને સંબધિત સહિતની ઇતર પ્રવૃતિઓ બંધ થઇ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો કોલેજકાળ દરમ્યાન થતો માનસિક અને શારીરિક વિકાસ અટકી જતા આગળ જતાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો અભાવ, ટીમવર્ક કરવાની આવડત, સ્ટેજ ફિયર જેવી સમસ્યાઓ ઘર કરી જવાની પૂરી શકયતા છે તેમ જામનગરના પ્રોફેસરે જણાવ્યું છે.

બીજી બાજુ મહામારીના કારણે ભણતર બેન્ચ પરથી બેડ પર આવી જતાં કોલેજ કેમ્પસ, કેન્ટીનમાં થતાં સાપ્તાહિક સેલિબ્રેશન, પાર્ટીઓ અને ખાસ કરીને મિત્રોને મિસ કરી રહ્યા હોવાનું જામનગરની કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.

કોરોનાથી રૂટિનમાં ઘણો ફેરફાર થઇ ગયો
કોલેજ બંધ થવાને કારણે રૂટિનમાં પણ ઘણો ફરક આવ્યો છે. ઓનલાઇન શિક્ષણ થતાં હવે કોલેજ જઈને બેન્ચ ગોતવાની નથી. પરંતુ હવે ઘરમાં એક બેડનો ખૂણો ગોતવાનો છે તો બુકની જગ્યા સ્ક્રીનશોટ અને પીડીએફ લીધી છે.- હેતલ બદીયાણી, વિદ્યાર્થીની,જામનગર.

કોલેજની ફેરવેલ અને વેલકમ પાર્ટી સપનું બની
કોલેજ પાર્ટીનો એક અલગ રોમાંચ હોય છે. પાર્ટીની તૈયારીથી લઈ પૂર્ણ ન થાય ત્યાં સુધીની મજા કંઈક અલગ જ છે. ઉપરાંત કોલેજ માં ઉજવાતા વીક અને તેમાં થતી પ્રવૃત્તિ અને રોજ સવારે ઉઠીને તૈયાર થઈને કોલેજ જવું સપનું બની ગયું છે.- તેજસ પરમાર, વિદ્યાર્થીની,જામનગર.

મિત્રો સાથે કાર્યક્રમની તૈયારી બંધ થઇ ગઇ
ઇતર પ્રવૃતિની મિત્રો સાથે તૈયારીની મજા આવતી તો અલગ-અલગ દિવસની તૈયારી કરવી અને મિત્રો સાથે સ્ટેજ શણગારવાની ખુબ મજા આવતી. પરંતુ કોરોનાને કારણે કોલેજમાં થતી ઇતર પ્રવૃતિ અને તેની તૈયારીની મજા બંધ થઇ ગઇ છે.- હર્ષ ડોડીયા, વિદ્યાર્થીની,જામનગર.

ફ્રેન્ડ સાથે લેક્ચરની​​​​​​​ મજા માણી શકતા નથી
ઓફલાઇન શિક્ષણ બંધ હોવાથી મિત્રો સાથે કોલેજમાં લેકચર, કોલેજ કેમ્પસમાં બેસી મિત્રો સાથે વાતો કરવાની મજા અને અવેરનેસ વીક દરમ્યાન થતી અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મજા માણી શકતા નથી.- બંસી દત્તાણી, વિદ્યાર્થીની,જામનગર.

છાત્રોની આવડતને ઓનલાઇન વધારી શકાતી નથી
ઈતર પ્રવૃત્તિઓથી છાત્રોમાં જ્ઞાનની આત્મ વિશ્વાસમાં વધે છે, સ્ટેજ ફીયર દૂર થાય છે તો લીડરશીપ અને ટાઈમ મેનેજમેન્ટ જેવી મહત્વની આવડત વિકસે છે. આ બધી આવડત ઓનલાઇન વધારી શકતા નથી.- ડૉ. વિપુલ કપુર, હેડ ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લીશ, જામનગર મહિલા કોલેજ .

ઇતર પ્રવૃતિથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે
કોલેજમાં થતા સેલિબ્રેશન અને અન્ય પ્રવૃત્તિઓના કારણે છાત્રોમાં આવડત, આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. પરંતુ આત્મવિશ્વાસ, મેનેજમેન્ટના ગુણ ઓનલાઇન અશકય છે. આથી કારકિર્દી પર અસર પડે છે. - ડો.ચિંતન વોરા, આસી. પ્રોફેસર, હરિયા કોલેજ.

અન્ય સમાચારો પણ છે...