પ્રતિબંધ:લોકોને ગેરમાર્ગે દોરતા તત્વોને કચેરીઓમાં પ્રવેશબંધી કરાઇ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા પડાવતાની ફરિયાદ પરથી જાહેરનામું

જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી, જિલ્લા પંચાયત કચેરી જેવી તમામ અન્ય સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગત કામગીરી કરવામાં આવે છે, જ્યાં રોજેરોજ મોટા પ્રમાણમાં લોકો પોતાના કામથી આવતી હોય છે. કેટલાક બનાવોમાં આ કચેરીઓની આસપાસ તથા નજીકના કેટલાક સ્થળે કેટલાક ઇસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપિંડી આચરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિઓ કરતા હોવાનું જણાયું છે.

આ બનાવોને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર જિલ્લામાં આવેલ કલેકટર કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરીઓ, તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન-2-3, 4, મહેસુલ સેવાસદનમાં આવેલ કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, મનપાની કચેરી તથા તેની હેઠળની ઝોન કચેરીઓ, આરટીઓની કચેરી સહિત તમામ કચેરીઓમાં મોટા પ્રમાણમાં લોકો પોતાના કામ માટે આવતા હોય તેવી જિલ્લાની સરકારી કચેરીઓમાં સરકારી કામે આવેલ હોય, કામ કરતા હોય તેવા અગર વાજબી કામે આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી આ કચેરીઓમાં આવતી જાહેર જનતા/અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિઓ કરી રહેલ ઇસમોને તા.3 ફેબ્રુઆરી સુધી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું છે.

અન્ય સમાચારો પણ છે...