તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:જામનગરમાં પત્ની બીમાર હોવાથી ઘરકામ માટે રોકાયેલી સાળી પર દુષ્કર્મ

જામનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અવારનવાર શરીર સંબંધ બાંધીને ગર્ભ રાખી દીધાની ફરિયાદ

જામનગરના ભાગોળે સ્થિત ગ્રામ્ય પંથકમાં રહેતી એક યુવતિ આઠેક માસ પુર્વે તેના બહેન બિમાર હોવાથી તેના ઘરે કામ કરાવવા માટે રોકાયા બાદ તેણી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દિધાની ફરીયાદ બનેવી સામે નોંધાઇ છે. ભોગગ્રસ્તની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર જામનગર નજીક ગ્રામ્ય પંથકમાં રહેતી વીશ વર્ષીય યુવતિ ગત શ્રાવણ માસમાં તેણીના બહેન બિમાર હોવાથી મોહનનગર વિસ્તારમાં તેના ઘરે કામ કરાવવા માટે ગયા હતા જયાં લગભગ દોડેક માસ રોકાયા હતા જે દરમિયાન રાત્રે તેણીના બનેવીએ શરીર સંબંધ બાંધ્યો હતો,જે બાદ અવાર નવાર મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી તેણીને ગર્ભ રાખી દિઘો હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવની ભોગગ્રસ્તની ફરીયાદ પરથી પોલીસે આરોપી બનેવી સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તેને સકંજામાં લેવા કવાયત સાથે મેડીકલ પરીક્ષણ માટે તજવિજ હાથ ધરી છે.યુવતિ પર દુષ્કર્મના આ બનાવના પગલે આરોપી પ્રત્યે ચોમેર ફિટકારની લાગણી વરસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો