તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સેવા ક્ષેત્ર રાઠોડ ભુવનના સેવાકાર્યમાં સહભાગી થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને બંને સમયે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું

જામનગર ખાતે અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને દર્દીઓના પરિજનો માટે સેવાકાર્યમાં સહભાગી થઇ રહી છે. ત્યારે જી.જી. હોસ્પિટલથી નજીકમાં સ્થિત રાઠોડ ભુવન ખાતે દર્દીઓના પરિજનોને ઘર જેવો ઉત્તમ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સવારે અને રાત્રે બંને સમયે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં આજે મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સેવા ક્ષેત્ર રાઠોડ ભુવનના સેવાકાર્યમાં સહભાગી થયા છે.

દર્દીઓના પરિજનોને સ્વહસ્તે ભોજન આપી સેવા કાર્યમાં સહભાગી થયા

લાંબા સમયથી આ સેવા કાર્યમાં જોડાયેલા આ સંસ્થાના સભ્યો પોતાનું અનામી સેવાકાર્ય કરી માત્ર દર્દીના પરિજનોને આ મુશ્કેલીના સમયમાં ભોજન અંગે કોઈ તકલીફ ન થાય તેની કાળજી લઇ રહ્યા છે. આજરોજ મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સેવા સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી હતી.

સંસ્થાની સંપૂર્ણ વ્યવસ્થાઓ જાણી મંત્રીઓએ આ સંસ્થાની સરાહનીય કામગીરીને અને સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા. મંત્રીઓ સેવા ક્ષેત્ર ખાતે આવતા દર્દીઓના પરિજનોને સ્વહસ્તે ભોજન આપી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ મુલાકાતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...