તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી ઘટ્યુું, મહત્તમ 2 ડિગ્રી વધ્યું, ભેજ અને પવનની ગતિમાં આંશિક ઘટાડો

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં સવારે અને રાત્રીના ઠંડક તો બપોરના ગરમીથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી ઘટયું છે તો મહતમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. ભેજનું પ્રમાણ અને પવનની ગતિમાં આંશિક ઘટાડો નોંધાયો છે.જામનગરમાં છેલ્લાં સપ્તાહથી ઠંડીનું જોર ઘટયું છે અને ઉનાળાના પગરવ શરૂ થયા છે. બુધવારના મહતમ તાપમાન 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું.

જયારે ગુરૂવારના મહતમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો તો લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે સવારે અને રાત્રીના ઠંડક તો બપોરના ગરમીથી લોકોએ બેવડી ઋતુનો અહેસાસ કર્યો હતો. બપોરના સમયે તાપથી પંખા અને એસી ઓન થયા છે. ભેજનું પ્રમાણ 98 ટકાથી ઘટીને 83 ટકા નોંધાયું હતું. પવનની ગતિ 10 થી 15 કીમી પ્રતિકલાક નોંધાઇ હતી.

હાલારનું હવામાન
મહત્તમ તાપમાન : 31.0
લઘુતમ તાપમાન : 16.0
હવામાં ભેજ (ટકા) : 83
પવનની ગતિ : 10-15
(પ્રતિ કલાક કિમી)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો