કામગીરી પૂરી:વીજળી પડતા ક્ષતિગ્રસ્ત લાખોટા મ્યુઝિયમ પુન: ખુલ્લુ મુકાયું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુદ્ધના ધોરણે 22 લાખના ખર્ચે મરામત કામ કરવામાં આવ્યું

જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણમલ લેક બ્યુટીફિકેશન પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ (રિસ્ટોરેશન વર્ક) લાખોટા મ્યુઝીયમ (કોઠા) ઉપર છેલ્લા ભારે વરસાદ દરમ્યાન જોરદાર આકાશી વીજળી પડી હતી. આથી થયેલી નુકસાનીને મરામતકાર્ય થકી દૂર કરી દેવામાં આવી છે અને લાખોટા કોઠા મ્યુઝિયમને ફરી લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જામનગર શહેરને રાજાશાહીની અમુલ્ય ભેટરૂપે શહેરની મધ્યમાં વિશાળ રણમલ તળાવ મળેલ છે. સાતેક વર્ષ પહેલા આ તળાવ પરિસરને રૂા.52 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું હતું.

જેથી આ તળાવ પરિસરને નવા જ રંગ-રૂપમાં નિરખવાની સ્થાનિક નાગરિકો ઉપરાંત પ્રવાસીઓને તક મળી રહી છે. થોડા સમય પહેલા થયેલા ભારે વરસાદ દરમ્યાન કડાકા-ભડાકા સાથે આકાશી વીજળી ત્રાટકતા લાખોટા કોઠા મ્યુઝીયમ પરિસરમાં પિલ્લોર, છત્રી, ગુંબજ, સી.સી. ટીવી કેમેરા વિગેરેને નુકસાન થતા આ મ્યુઝિયમ લોકો માટે બંધ કરાયું હતું અને તાત્કાલીક ધોરણે સત્તાધીશોની મંજૂરી મેળવી પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાએ મરામત કામગીરી હાથ ધરી હતી.

આશરે 20 લાખ જેટલું નુકસાન થયાનો અંદાજ હતો. મરામત કાર્ય તાજેતરમાં જ પૂર્ણ થયું છે અને તે માટે રૂા.22.02 લાખનું ખર્ચ કરવામાં આવ્યું છે. લાખોટા કોઠા મ્યુઝીયમની મરામતની કામગીરી પૂરી થઇ જતા વિજયાદશમીએ તેને ફરી લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે તેવી જાહેરાત જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...