નિર્ણય:દોઢ વર્ષથી બંધ લાખોટા સંગ્રહાલય તા.10થી ખૂલશે

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 થી 20ના સમૂહમાં પ્રવેશ આપવામાં આવશે

જામનગરમાં લાખોટા પુરાતત્વીય સંગ્રહાલય 10 ઓકટોબરથી કોરોના ગાઇડલાઇન સાથે પુન: ખુલ્લુ મૂકાશે. 18 વર્ષથી વધુ વયના વ્યકિતઓને મ્યુઝિયમમાં પ્રવેશ માટે કોરોના રસીનું પ્રમાણપત્ર ફરજીયાત રહેશે. 40 મીનીટ માટે 15 થી 20 ના સમૂહમાં મુલાકાતીઓને પ્રવેશ અપાશે.કોરોના મહામારના કારણે છેલ્લાં દોઢ વર્ષથી બંધ તળાવની મધ્યમાં આવેલું શહેરનું લાખોટા પુરાતત્વ સંગ્રહાલય કોરોના ગાઇડલાઇન અને નિયમોને આધીન 10 ઓકટોબરથી ખુલ્લું મૂકાશે.

મ્યુઝિયમની ટીકીટનું વિતરણ ફકત ગેઇટ નં.5 પરથી કરવામાં આવશે. સમય સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે. બીજો અને ચોથા શનિવારના મુલાકાતીઓ માટે મ્યુઝિયમ ખુલ્લું રહેશે. 18 વર્ષથી વધુ વયના લોકોને પ્રવેશ માટે કોરોના રસીનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. 40 મીનીટના સમયગાળા માટે 15 થી 20 ના સમૂહમાં મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓએ આઇડી પ્રુફ, મોબાઇલ નંબર વિગેરે નોંધાવવાના રહેશે. માસ્ક પહેર્યા વગર વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે નહીં. ગ્રુપ ફોટોગ્રાફની પરવાનગી આપવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...