રોષ:લાખોટા તળાવમાં માછીમારી કરતા તત્વોને ભગાડાયા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ્ટેટ વિભાગે આવા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવાના બદલે ચેતવણી આપીને ભગાડી દેતા પર્યાવરણવાદીઓમાં રોષ

જામનગર શહેરના શાન સમા લાખોટા તળાવમાં અસંખ્ય પક્ષીઓ તેમજ જળાચર વસે છે, ત્યારે રવિવારે બપોરે અહીં અમુક લુખ્ખા તત્વો માછીમારી કરતા હોવાનું તંત્રના ધ્યાને આવતા મહાપાલિકાનું એસ્ટેટ વિભાગ દોડયું હતું, આવા તત્વો પર કાર્યવાહી કરવાના બદલે તેમને ચિમકી આપીને છોડી દેવાતાં પર્યાવરણ વાદીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.

જામનગર શહેરના મધ્યમાં આવેલા શાન સમા લાખોટા તળાવના પાછલા ભાગમાં અમુક લુખ્ખા તત્વો માછીમારી કરતા હોવાનું લોકોના ધ્યાનમાં આવતા તેમણે આ અંગે મહાપાલિકાનું ધ્યાન દોરતા મહાપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડયા હતાં અને આવા તત્વોને માત્ર ચેતવણી આપીને છોડી મુકવામાં આવ્યા હતાં. આ લોકો નિરાતે કોઇપણ જાતની બીક વગર માછીમારી કરતા હતાં તેમણે અનેક માછલીઓનો શિકાર કર્યો હતાે.

ખરેખર તો એસ્ટેટ વિભાગે પોલીસને બોલાવીને આવા તત્વો સામે પગલા લેવા જોઇએ પરંતુ આશ્ચર્યજનક રીતે એસ્ટેટ વિભાગે માત્ર ચેતવણી આપીને આવા લુખ્ખા તત્વોને ભગાડી મુકયા હતાં, જેના કારણે મહાપાલિકાની કાર્યવાહી સામે શહેરીજનો તથા પર્યાવરણવાદીઓમાં ભારે ફિટકારની લાગણી જન્મી છે. મહાપાલિકાની આ કામગીરીની ચોતરફે ભારે ટીક્કાઓ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...