તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:જામનગર રણમલ તળાવમાં પક્ષીઓના મોતની તપાસ કરવા લાખોટા નેચર કલબની માંગ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પૂર્વે પણ આ પ્રકારના બનાવો બન્યા છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી

જામનગર એ જૂજ ગૌરવવંતા શહેરમાનું એક છે જેને શહેર મધ્યમાં વિશાળ તળાવ મળ્યું હોઈ, રાજાશાહી સમયની દુરંદેશી અને મહાનગરપાલિકાના બ્યુટીફીકેશનના પ્રયાસોથી આજે આ રણમલ તળાવ જામનગર ની દેશ વિદેશ માં ઓળખ બની ચૂક્યું છે. લાખોટા નેચર કલબે 40 જેટલા તીલયાળી બતકના મોતની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ મોતનું યોગ્ય કારણ જાણી આ પ્રકારની ઘટનાના બને તેવી તંત્રને અપીલ પણ કરી છે.

માટે ભૌગોલિક દ્રષ્ટિએ જ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટિએ પણ રણમલ તળાવનું અનેરું મહત્વ છે. અહીં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે અને એક સર્વે મુજબ અહીં 150થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે,ત્યારે તાજેતરમાં અહીં પક્ષીઓના મોતની ઘટના ખુબજ શર્મજનક ઘટના કહી શકાય.

આ પૂર્વે પણ લાખોટા નેચર કલબ દ્વારા પાછલા તળાવમાં અવારનવાર બનતી પક્ષીઓના શિકારની ઘટના અને અહીં આજુબાજુ આવેલી હોસ્પિટલમાંથી બાયો મેડિકલ વેસ્ટ તળાવમાં નાખવામાં આવતા અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, અહીં આવતા લોકો દ્વારા અખાદ્ય ખોરાક પક્ષીઓને મનાઈ હોવા છતાં આપવામાં આવે છે તે પણ બંધ કરવા અપીલ કરવામાં આવે છે.

તંત્ર તળાવમાં થયેલા બતકોના મોત અંગે પોસ્ટમોર્ટમ કરાવી તેનું કારણ જાણી આ પ્રકારના બનાવ હવે ના બને તે માટે લાખોટા નેચર કલબ દ્વારા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...