રંગોળી સ્પર્ધા:જામનગરમાં રંગોળી દ્વારા પર્યાવરણ જાગૃતિ, જળસંચય,ગ્રીન સિટી ક્લિન સીટીનો સંદેશ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજેતાઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
  • નવાનગર નેચર કલબ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન પ્રકૃતિ રંગોળી સ્પર્ધામાં 150 કલાકારોએ ભાગ લીધો

જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સંસ્થા દ્રારા સતત સાતમા વર્ષે દિવાળી પર્વ ઉપર જામનગર મહાનગરપાલિકાના સહયોગથી પર્યાવરણ જાગૃતિ તેમજ સુંદર મેસેજ આપતા વિષયો ઉપર ઓપન જામનગર રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે અને તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે.

દર વર્ષે દિવાળી અને બેસતાં વર્ષ નિમિતે લોકો પોતાના ઘર અને ઓફિસ ઉપર રંગોળી દ્વારા પ્રકૃતિ,દેશ પ્રેમ લોકો પોતાની કળા મનોભાવ અને શ્રદ્ધાને રંગોળીમાં કલાત્મકતાથી રંગો પૂરી વ્યક્ત કરતા આવ્યા છે. આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં 150 જેટલા કલાકારો એ ભાગ લીધો હતો. લોકોએ પર્યાવરણ જાગૃતિ ઉપરાંત જળ સંચય, ગ્રીન સીટી ક્લીન સીટી ઉપરાંત કોરોના વોરિયર્સ અને રેકોર્ડ બ્રેક ટીકાકરણ જેવા વિષયો ઉપર સુંદર રંગોળી બનાવી હતી. સ્પર્ધામાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે માટે મીંડા વાળી તથા ફ્રી હેન્ડ(કલાત્મક) એમ બે ગ્રુપમાં યોજવામાં આવી હતી.

જેમાં ગ્રુપ એ.મીંડા વાળીમાં પ્રથમ જેઠવા સંજના દ્વિતીય પાયલ ગાલયા અને ત્રિતીય દિયા નંદા વિજેતા થયા હતા અને ગ્રુપ બી..કલાત્મકમાં પ્રથમ ધર્મેશ લિયા દ્વિતીય સ્નેહા મહેતા અને ત્તૃતિય સન્ની કુંભારાણા વિજેતા થયા હતા.ઉપરાંત અનેક સુંદર રંગોળી બનાવનાર ક્રીશા ગોરેચા, પૂનમ કાનખરા, દીસીતા વડનગરા, ચાંગાણી રેણુકા, વાસુકી દિયા, વાસુ પટેલ તથા કાજલ મકવાણા કલાકારોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.

તદુપરાંત તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કલાકારોને બિરદાવવા માટે મેયર બીનાબેન કોઠારી, જીતુભાઈ લાલ, હર્ષાબા પી.જાડેજા, નિવૃત એર કોમોડોર ત્યાગી, ગોવિંદભાઇ મોરજરિયા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓના સન્માન સમારોહને સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, ઉ.પ્રમુખ દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, પ્રવિણસિંહ કે.જાડેજા, મંદીપસિંહ કે.જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...