તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગત સોમવારથી આગામી 1 એપ્રિલ સુધી બુધ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે. જો કે, 4 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી બુધ વક્રી રહેશે. જયોતિષાચાર્યોના જણાવ્યાનુસાર બુધનું કુંભ રાશિમાં આ પરિભ્રમણ લાબું કહી શકાય. નૈસર્ગિક કુંડળી પ્રમાણે કુંભ રાશિ 11 માં ભાવની ગણાય છે. જેને લાભ સ્થાન તરીકે ગણવામાં આવે છે.
બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક થઇને 11 મે રહેવાથી વેપારી વર્ગને નવા સાહસ કરારો, લખાણ કે ધંધાર્થે ટૂંકી મુસાફરી થઇ શકે. સાથે સાથે તેમની દૈનિક આવકમાં વધારો થાય, વિદેશ વેપાર વધે, ભાગ્યમાં શુભ પરિવર્તના આવે તેમજ કોમ્યુનિકેશન ક્ષેત્રે હરણફાળ પ્રગતિ જોવા મળી શકે છે. શેરબજાર સારૂં રહેશે, વિધાર્થી વર્ગ માટે પણ સારો સમય છે.
મિથુન રાશિના લોકો માટે અચાનક ભાગ્ય પરિવર્તનનો સમય
મેષ: તમારી આવડત કે કાર્યક્ષમતા મુજબ સારૂં વળતર મળે. વડીલો સાથે બગડેલા સંબંધો પ્રયાસોથી સુધરી શકે છે. બચત વધવાની શકયતા રહેલી છે.
વૃષભ: નોકરીમાં ભાગ્ય ઉન્નતિ માટે સારો સમય. કાર્યમાં સારી સફળતા મળે. કાર્ય-વેપારમાં ઉઘરાણી પરત મળે.
મિથુન: અચાનક તમારૂં ભાગ્ય દિન-પ્રતિદિન ચમકશે. પ્રોપર્ટીના વિવાદનો નિવેડો આવે. માન-સન્માન વધે.
કર્ક: અકસ્માત કે જળ ઘાત જેવો કપરો સમય. તમારે વાદ-વિવાદ, સંઘર્ષ કરવો પડશે પરંતુ મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં.
સિંહ : જીવનસાથી સિવાય અન્ય વ્યકિત સાથે વધુ સંબંધો ધનિષ્ઠ થાય. ભાગીદાર સાથેની નિકટતા વધશે.
કન્યા : સિઝનલ રોગને કારણે તબિયત બગડી શકે. તમારી મહેનતનું સારૂં વળતર મળી રહેવા માટે યોગ્ય સમય.
તુલા: સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. પ્રેમજીવનમાં સંબંધો સુધરે. આકસ્મિક ધન લાભ. વડીલોથી લાભ.
વૃષિક: નવું મકાન-વાહનનો યોગ. સુખ, શાંતિ, સંપતિમાં વધારો. અનેક પ્રકારના સકારાત્મક ફેરફાર જોવા મળશે.
ધન: નવા કરાર થઇ શકે. પાડોશી સાથે બગડેલા સંબંધો સુધરે. યાત્રા, પ્રવાસ થઇ શકે. તમારા માટે સુખ-સુવિધા, આનંદ તથા ધન વધારનારી સાબિત થશે. ભાઇ-બહેનો સાથે સંબંધો સારા બનશે.
મકર: આર્થિક સ્થિતિ વધુ કથળે. ભાગ્યનો પૂરતો સાથ સહકાર ન મળે. અટકેલાં કામ ધીરે ધીરે પૂરા થશે.
કુંભ : નકારાત્મક વિચારોનું વલણ વધે. નવા લખાણો, કરારો કરવાથી લાભ થઇ શકે. લગ્ન જીવન સારૂં રહી શકે છે.
મીન : આકસ્મિક ખર્ચ વધશે. જૂની બચતો વપરાઇ જાય. વિદેશ હરવા-ફરવા જવામાં સફળતા મળશે. નોકરીમાં બઢતી મળે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.