તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર સહિત હાલારમાં સોમવારે કડકડતી ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ.જામનગરમાં લઘુતમ તાપમાન અઢી ડીગ્રી નીચે ગગડી ચાલુ સિઝનમાં સૌ પ્રથમવાર જ સિંગલ ડીઝીટમાં સરકયુ હતુ અને પારો 9.5 ડીગ્રીએ સ્થિર થયો હતો.કાતિલ ઠંડી સાથે બર્ફિલા પવનનો વેગ વધતા ટાઢોડુ છવાયુ હતુ.જેથી જનજીવન થરથર ધ્રુજી ઉઠયુ હતુ.
કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન પ્રભાવિત, તંત્ર એલર્ટ બન્યું
ઉતર ભારતમાં હિમવર્ષાના પગલે આગામી દિવસોમાં તિવ્ર ઠંડીનુ મોજુ જામનગર સહિત રાજયમાં ફરી વળશે એવી આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે જામનગરમાં રવિવારે મોડી રાત્રીથી ઠંડીનુ જોર વધ્યુ હતુ.સોમવારે પરોઢીયે લઘુતમ તાપમાનનો પારો અઢી ડીગ્રી નીચે ગગડી ચાલુ શિયાળાની સિઝનમાં સૌ પ્રથમવાર સિંગલ ડીઝીટમા઼ સરકયો હતો અને 9.5 ડીગ્રીએ સ્થિર થતા સિઝનનુ અત્યાર સુધીનુ સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ. જામનગરમાં તિવ્ર ઠંડી સાથે સુસવાટા મારતો બર્ફિલો પવન ફુંકાતા વાતાવરણ ઠંડુગાર રહયુ હતુ.સપ્તાહના પ્રારંભે જ ઠંડીના કહેરના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ.શહેરના સતત ધમધમતા વિસ્તારોમાં સ્થિત માર્કેટો સવારે થોડા મોડા ખુલ્યા હતા.જયારે મોડી સાંજ બાદ માર્ગો પર ચહલ પહલ પણ નહિવત રહેતા સ્વંયભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળ્યો હતો.
જામનગરમાં છેલ્લા 5 દિવસનુ તાપમાન | ||
વાર | લઘુતમ | મહતમ |
ગુરૂવાર | 11.6 | 28 |
શુક્રવાર | 12.5 | 28 |
શનિવાર | 14 | 27 |
રવિવાર | 12 | 28 |
સોમવાર | 9.5 | 25 |
48 કલાકમાં પારો 4.5 ડિગ્રી ગગડયો
જામનગરમાં વિક એન્ડ દરમિ્યાન તિવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હતો.શનિવારે લઘુતમ તાપમાન 14 ડીગ્રીએ સ્થિર થયુ હતુ જે રવિવારે બે ડીગ્રી અને સોમવારે પણ વધુ અઢી ડીગ્રી નીચે ગગડી જતા કડકડતી ઠંડીનો મુકામ રહયો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.