ઠંડી વધી:જામનગરમાં પારો 12 ડિગ્રી થતાં ઠાર, ભેજ 13% ઘટ્યો, તાપમાન માત્ર અડધો ડિગ્રી ઘટ્યું

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાકમાં ભેજના પ્રમાણમાં ધરખમ ઘટાડો

ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનના કારણે જામનગરમાં ઠારથી લોકો ઘ્રુજી ઉઠયા છે. બુધવારે ઠંડી વધી હતી પણ લઘુતમ તાપમાન ફકત અડધો ડીગ્રી ઘટીને 12 ડીગ્રી નોંધાયું હતું. 24 કલાકમાં ભેજના પ્રમાણમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો.જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાના પગલે ત્યાં તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે. જેના પગલે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ભારત તરફથી આવતા હિમ જેવા ઠંડા પવનના પગલે જામનગર સહિત સમગ્ર હાલાર ઠંડુગાર થઇ ગયું છે.

બુધવારે લઘુતમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો થતાં 12 ડિગ્રી રહ્યું હતું. પરંતુ ઠાર અને બર્ફીલ પવનના કારણે ઠંડીમાં વધારો થયો હતો. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકો સ્વેટર, જેકેટ, ટોપી, મફલર જેવા ગરમ વસ્ત્રો, ગરમ પીણાં તથા તાપણાનો સહારો લીધો હતો. મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજના પ્રમાણમાં 13 ટકાનો ઘટાડો થતાં 49 ટકા રહ્યું હતું. જામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...