કોર્ટનો હુકમ:ચેક રીટર્ન કેસમાં વેપારીને છ મહિનાની સાદી કેદની સજા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલની ચૂકવણી માટે કેરેલાના વેપારીએ ચેક આપ્યો હતો
  • ચેકની રકમ રૂપિયા 50,000 વળતર પેટે ચૂકવવા હુકમ

જામનગરની પેઢી પાસેથી કેરાલાના વેપારીએ બ્રાસપાર્ટના માલસામાન ઉધાર ખરીદી કરી હતી. જેના રૂ.50000 બાકી રહેતા આપેલો ચેક પરત ફરતા અદાતલમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ચાલી જતાં અદાલતે કેરાલાની પેઢીના સંચાલકને છ મહિનાની કેદ અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.

જામનગરમાં ઓમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી ચલાવતા પંકજભાઈ ગોપાલભાઈ કાછડીયા પાસેથી ત્રિવેન્દમના કેરેલામાં ગ્લાસ પોઈન્ટ તથા ફોનીકસ ધી હાર્ડવેર કલેકશન ઈન્ડિયા નામની પેઢીવાળા કે. એમ. અશરફને રૂ.4,78,000ની રકમનો સામાન મોકલાવ્યો હતો. જેમાંથી રૂ.50000 ની રકમ ચુકવવા કે. એમ. અશરફે ચેક આપ્યો હતો.

આથી પંકજભાઇએ આ ચેક પોતાના બેંક ખાતામાં ભર્યો હતો. પરંતુ અશરફના ખાતામાં અપૂરતા નાણા ભંડોળના કારણે ચેક પરત ફરતા પંકજભાઈએ કાયદા મુજબ નોટીસ પાઠવી હતી. આમ છતાં અશરફે રકમ નહીં ચૂકવવામાં આવતા પંકજભાઈએ જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતા અદાલતે ચેક રીટર્ન કેસમાં કેરેલાના વેપારી કે. એમ. અશરફને તકસીરવાન ઠેરવી 6 મહિનાની કેદની સજા ફટકારી છે. તદઉપરાંત રૂ.50000 ની ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...