આપઘાત:જોગવડમાં માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી પરપ્રાંતિય શ્રમિક યુવતીનો આપઘાત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવારમાં દમ તોડ્યો: હાપામાં ઉઠવા બાબતે માતાના ઠપકાથી લાગી આવતા પુત્રીએ ફાંસો ખાધો, મૃત્યુ

જોગવડ ગામે રહેતી શ્રમિક યુવતિએ ઘરે ઝેરી દવા પી જતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જોગવડ ગામે રહેતા મુળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરીવારના ક્રિષ્નાબેન ભીમાભાઇ સંગાણી (ઉ.વ.18) નામની યુવતિએ ગત તા.26ના ઝેરી દવા પી જતા તેને સારવાર માટે જી.જી.હોસ્પીટલમાં લઇ જવાઇ હતી જ્યાં સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના પિતા ભીમાભાઇ સંગાણીએ જાણ કરતા મેઘપર પોલીસ દોડી ગઇ હતી.

મૃતક માનસિક બિમારીથી પિડાતી હોય, જે બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. હાપામાં જવાહરનગર માં રહેતી દિવ્યાબેન હમીરભાઇ ગોહિલ (ઉ.વ. 17) નામની તરૂણીએ ગા તા. 1ના રોજ બપોરે પોતાના ઘરે આડશમાં લોખંડના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીઘો હતો જેની પરીવારે તુરંત 108 ટીમને જાણ કરતા ટુકડી દોડી ગઇ હતી.

જોકે,તરૂણીને નીચે ઉતારી ચકાસતા મૃત માલુમ પડતા પંચ એ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોચી હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો અને મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ.જેમાં મૃતકને તેની માતા સવારે ઉઠાડતા હતા અને તેણી ઉઠતી ન હોય જેથી આ બાબતે ઠપકો આપતા માઠુ લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...