અંગદાન:અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતો જામનગર શહેરનો ભોઈ સમાજનો મહેતા પરિવાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પહેલા ડો.તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામની મહિલાનું અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં ઘાયલ તૃષાબેનને ડોક્ટરો દ્વારા બ્રાન્ડેડ જાહેર કરાયા હતા જેને પગલે તૃષાબેનના પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જામનગરમાં ગોઝારા અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા કે જેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી અને 20 વર્ષના લગ્ન જીવનનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશ,પણ માત્ર પાંચ (5)વર્ષના નાના બાળક ને કોણ સમજાવશે???. કે માતા હવે દુનિયામાં નથી રહ્યા.

કદાચ વાત સાંભળીને પણ આંખોમાં આંસુ આવી જાય આવી જ એક કરુણ ઘટના જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પૂર્વે ઘટી હતી, જેમાં નશામાં ધુત મારુતી સીયાજ કાર ચાલક દ્વારા ડો.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળ થી ઠોકર મારી નાસી ગયા ની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેન ને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. જ્યારે દુઃખના સમયમાં પણ સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઈચ્છા શક્તિ દર્શાવી અને પોતાના સ્વજનને ગુમાવવાની સાથે કેટલાક લોકોને નવજીવન આપવાનનો ઉમદા નિર્ણય કર્યો, અંગદાન જેવા મહાકાર્ય માટે સહમતિ દર્શાવી.

આ નિર્ણયને પગલે આજરોજ અમદાવાદ ખાતેથી ડોક્ટર ની ટીમો રવાના થઈ ચૂકી છે અને લગભગ રાત્રીના 9:00 વાગ્યા આસપાસ આ ટીમો જામનગર પહોંચી અંગોને લઈ જવા માટેની કામગીરી હાથ ધરશે. જેમાં જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુ ના ડોક્ટર એ.ડી રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહા ઓપરેશન હાથ ધરાશે મહિલાની કિડની,લીવર,આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરીવાર સંમત છે.

શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા આપ તમામ મીડિયા કર્મીઓ પાસે એક આશા રખાઈ રહી છે કે, પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકાય પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે, જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસ નો હસતો રમતો પરિવાર આ દુઃખોની ખાઈમાં ન ધકેલાય.

અન્ય સમાચારો પણ છે...