દુર્ઘટના:મેઘતાંડવે જામનગર શહેરમાં 3નો ભોગ લીધો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપ્રભુજીની બેઠક પાસે રહેતો યુવક કાકાના ઘરે ગયો હતાે, વરસાદી પાણીમાં તણાઇ જતાં લાપતા બન્યો

જામનગર શહેરના ખાટકીવાડ વિસ્તારમાં મકાનમાં ડુબી જવાથી આઘેડનું મૃત્યુ થયું છે. ધ્રોલના વાગુદળના વોકરા પાસે રીક્ષા લઇને નિકળેલા ત્રણ યુવાનો પાણીના વહેણમાં રીક્ષા સાથે તણાઇ જતાં બે ભાઇઓ તરીને બચી ગયા હતાં જયારે એક યુવાનનું ડુબી જતાં મૃત્યુ થયું છે.

ત્રીજા બનાવમાં શહેરના પુનિતનગરમાં વરસાદના ભરાયેલા પાણીનો નીકાલ કરવા જતાં યુવાનને લોહીની ઉલ્ટીઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડાતા તેનું મૃત્યુ નિપજયું હતું. જયારે શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે હનુમાનજીના મંદીર પાસેથી ભરત અમૃતલાલ કટેશીયા (ઉ.વ.25) પાેતાના કુટુંબીક કાકાના ઘરે તેઓને બચાવવા ગયો હોય અને બચાવ કામગીરી દરમિયાન પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં વરસાદી પાણીમાં તણાઇ ગયો હતો. જેની આજદિવસ સુધી કોઇ ભાળ ન મળતા પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.

ખાટકીવાડ ઘરમાં ડુબી જવાથી આધેડનું મોત
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર હુશેની ચોક ખાટકીવાડમાં રહેતા ઇકબાલભાઇ આમદભાઇ તારકબાણ (ઉ.વ.51) નામના આધેડના ઘરમાં બીજા માળ સુધી પાણી ભરાઇ ગયા હતાં, બધા પરીવારજનો ઉપરના માળે હતા ત્યારે ઇકબાલભાઇનો અકસ્માતે પગ લપસી જતાં તેઓ નીચે પાણીમાં પડી ગયા હતાં અને પાણીમાં ડુબી જતાં તેમનું મૃત્યુ થયું હતું.

પુનિતનગર લોકોને મદદ કરતા યુવાનનું મોત
જામનગર શહેરના પુનિતનગર શેરી નં. 3 હનુમાનજીના મંદિર પાસે રહેતા હરેન્દ્રસિંહ અભયસિંહ જાડેજા (ઉ.વ.32) નામનો યુવાન વરસાદમાં ભરાયેલા પાણીના કારણે શેરીના માણસોનો સામાન કાઢતો હોય ત્યારે અચાનક તેને લોહીની ઉલ્ટીઓ થતા બેભાન થઇ ગયો હતો જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત પામેલો જાહેર કર્યો હતો.

વાગુદળ પાસે વોકળામાં રીક્ષા તણાઇ, યુવાનનું મોત
ધ્રોલ તાલુકાના વાગુદળના વોકળે આઠ નાલા પાસે વિનોદભાઇ ઉર્ફે પિન્ટુ પાલાભાઇ શેખવાત (ઉ.વ.21) પોતાના કુટુંબીક ભાઇઓ સાથે રીક્ષા ચલાવી આઠનાલા પાસેથી પસાર થતો હતો ત્યારે રીક્ષા પાણીમાં બંધ થઇ ગઇ હતી અને વેણમાં તણાઇ જતાં તેના બે કુટુંબીક ભાઇઓ તરીને બહાર નિકળી ગયા હતાં જયારે વીનોદનું ડુબી જવાથી મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...