ધોધમાર વરસાદ:જામનગરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરમા મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. મધરાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં પવન એટલો જોરદાર હતો કે સ્થાનિકોને મિનિ વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જામનગર શહેર સહિત જિલ્લાભરમાં આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતુ. સૌથી વધુ જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડીયા ધોર અને જામજોધપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...