ગાજવીજ સાથે વરસાદ:જામનગરમાં મેઘરાજાની મોડીરાતથી પધામણી, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

જામનગરએક મહિનો પહેલા

જામનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થઇ છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના છ તાલુકામાં સરેરાશ 10 મિમી વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ
કાલાવડ 20 મિમી, જોડીયા અને લાલપુરમાં 15-15 મિમી એટલે કે પોણો પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલ અને જામનગરમાં ઝાપટા પડ્યા છે. તો જામજોધપુરમાં એક પણ છાંટો પડ્યો નથી.

કુલ 88% વરસાદ
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે 618 મિમી વરસાદ થયો છે. જોકે, છેલ્લા 30 વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ 700 મિમી વરસાદ નોંધાયો છે. જેને લઈને હજુ 100 મિમી વરસાદની ખાધ છે. જિલ્લાના જામનગરમાં 74%, કાલાવડમાં 88%, લાલપુરમાં 58% અને જામજોધપુરમાં 79 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં 104 અને જોડિયામાં 131% વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષમાં તમામ તાલુકાઓની સરેરાશની વાત કરીએ તો આજની તારીખ સુધીમાં 88% વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...