ધરપકડ:મેઘપર-પડાણામાં ધો. 10 અને 9 પાસ 2 બોગસ ડોકટર ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઇન્જેકશન, બાટલા, દવાઓ, સાધનો વગેરે કબજે કર્યા

જામનગર નજીક મેઘપર ગામમાંથી ડિગ્રી વગરના બે ઇસમોને પોલીસે પકડી પાડયા છે અને બંનેના કબજામાંથી મેડીકલના સાધનો અને અલગ-અલગ કંપનીઓની દવાઓ મુદ્દામાલ તરીકે કબજે કરી ગુનો દાખલ કર્યો છે, અત્રે ઉલ્લેખનીય છેકે, બંને ઇસમો ધોરણ-10 અને 9 પાસ છે.

જામનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, મેઘપર-પડાણા વિસ્તારમાં બોગસ ડોકટર કાર્યરત છે અને તે લોકોની જીંદગી સાથે ચેડા કરી રહયા છે, જેના આધારે પોલીસે તપાસ કરી મેઘપર ગામે ખોડીયાર મંદીરવાળી શેરીમાં રેઇડ કરતા શુકુમાર હલદાર નામનો ધો. 10 પાસ શખસ મેડીકલ ડિગ્રી ન હોવા છતાં અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇન્જેકશનો અને બાટલાઆે ચડાવી પૈસા વસુલ કરતાે હાેવાનું જાણવા મળ્યું હતું, પોલીસે જુદી-જુદી કંપનીની દવાઓ, બાટલાઓ, ઇન્જેકશન, બીપી માપવાનું મશીન વગેરે રૂા. 4910નાે મુદ્દામાલ કબજે કરી ગુનાે દાખલ કર્યો છે.

આજ રીતે મેધપરમાં જ દર્દીઓની જીંદગીઓ સાથે રમત કરતો નંદુલાલ નિર્મલચંદ્ર વિશ્વાસ નામનો ધો. 9 પાસ વ્યકિત ડોકટરની પ્રેકટીસ કરતો મળી આવતા પોલીસે મેડીકલના સાધનો અને દવાઓ મળી કુલ રૂા. 4999નાે મુદ્દામાલ કબજે કરી તેની સામે પણ મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...