તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘકહેર:મેઘમહેર ખંભાળિયામાં ફરી મેઘકહેર બની એકધારો મુશળધાર 14 ઈંચ તૂટી પડ્યો

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાડમાં 11, ભણગોર અને વસઈ ગામમાં 10-10, મોરઝરમાં 9 ઈંચ પાણી વરસ્યું
  • ધુનડામાં 215, લાખાબાવળમાં 167, દરેડ, જામવાડી-વાંસજાળીયામાં 190 મીમી

જામનગર અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રવિવારે મોડી રાત સુધી સાર્વત્રિક હળવો ભારે વરસાદ પડયો છે જેમાં વચલાબારામાં છેલ્લા 24 કલાકમાં જ ચૌદ ઇંચ જેટલુ પાણી વરસ્યુ હોવાનુ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.જયારે વેરાડમાં અગીયાર,ભલગોર અને વસઇમાં દશ દશ અને મોરઝરમાં નવ ઇંચ વરસાદ કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો.

ખંભાળીયા પંથકને ધમરોળતા મેધરાજાએ ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસ્યા હતા જેમાં તાલુકાના વચલાબારામાં રવિવારે સવારથી સોમવાર સવાર સુધીના છેલ્લા 24 કલાક સુધીમાં સૌથી વધુ 350 મીમી વરસાદ નોંધાયો હોવાનુ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.જયારે ભાણવડના વેરાડમાં 285 મીમી અને મોરઝરમાં 225 મીમી પાણી વરસ્યુ હતુ.ભીંડા પંથકમાં પણ 160 મીમી વરસાદ પડયો હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ. જામનગર જિલ્લાના વસઇમાં 245 મીમી,ભણગોરમાં 251 મીમી, ધુનડામાં 215 મીમી, લાખાબાવળમાં 167 મીમી, દરેડ,જામવાડી અને વાંસજાળીયામાં 190 મીમી, ધ્રાફા અને સમાણામાં 180 મીમી, શેઠ વડાળામાં 170 ,પડાણામાં 185 મીમી, મોડપરમાં 198 મીમી ઉપરાંત અન્ય ગ્રામ્ય પંથકમાં બેથી સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો