તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘકૃપા:લાલપુરમાં મેઘાનો રાતવાસો, 3 ઈંચ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા પંથકમાં પરોઢિયે વરસેલા વરસાદના કારણે સીમના માર્ગો પર પાણી વહેતા થયા હતા. - Divya Bhaskar
ખંભાળિયા પંથકમાં પરોઢિયે વરસેલા વરસાદના કારણે સીમના માર્ગો પર પાણી વહેતા થયા હતા.
  • હાલારમાં અષાઢ માસના આરંભ સાથે જ મેઘરાજાએ હળવું હેત વરસાવ્યું
  • દ્વારકામાં સવા ઈંચ, ખંભાળિયા-કલ્યાણપુરમાં 1-1 ઈંચ, જોડિયા, ભાણવડ અને ધ્રોલમાં પણ અડધો ઈંચ

જામનગર સહિત હાલારમાં અષાઢ માસના આરંભે મેધરાજાએ પુન: આગમન કરતા સતત બીજા દિવસે પાંચ તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.લાલપુરમાં રાત્રી બાદ વહેલી સવારે મુશળધાર વરસાદે ત્રણ ઇંચ પાણી વરસાવી દિધુ હતુ.

લાલપુરમાં મેધરાજાએ અષાઢી બીજનુ શુકત સાચવતા મોડી સાંજે ધમાકેદાર આગમન કર્યુ હતુ.રાત્રે એકાદ ઇંચ બાદ પરોઢીયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં સવારે છ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ પાણી પડયુ હતુ.મુશળધાર વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા.જયારે નદીમાં પણ પુર આવ્યા હતા.મેધરાજાના ધમાકેદાર પુનરાગમનથી જનહૈયે ટાઢક વળી હતી.

દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ સવારે ધોધમાર વરસાદે એકાદ ઇંચ પાણી વરસાવ્યુ હતુ.યાત્રાધામ દ્વારકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા સવા ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ.કલ્યાણપુરમાં સવારે ફરી વરસાદના મંડાણ થયા હતા જેમાં બપોર સુધીમાં વધુ 23 મીમી પાણી પડયુ હતુ.જયારે ભાણવડમાં વધુ 10 મીમી,જોડીયામાં 14 મીમી અને ધ્રોલમાં 10 મીમી વરસાદ સોમવાર બપોર સુધીમાં નોંધાયો હતો.જયારે અમુક ગ્રામ્ય પંથકમાં પણ ઘીંગી મેઘમહેરના વાવડ મળ્યા છે.

જામનગર શહેરમાં મોડી રાત્રે ઝરમર છાંટા પડયા હતા જે બાદ વહેલી સવારે ફરી વરસાદી ઝાપટાઓ વરસતા માર્ગો ભીંના થયા હતા.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે બપોર બાદ પણ ઠેર ઠેર વરસાદી માહોલ યથાવત રહયો હતો.

ગ્રામ્યમાં પણ અડધાથી પોણા 3 ઈંચ
જામનગર જિલ્લામાં અષાઢી બીજે વરસાદે શુકન સાચવ્યુ હતુ.જેમાં જુદા જુદા ગામોમાં હળવા ઝાપટાથી પોણા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ.સોમવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં પીઠડમાં 55 મીમી, ધુનડામાં 43 મીમી, ધ્રાફામાં 70 મીમી, પીપર ટોડામાં 25 મીમી, પડાણામાં 38 મીમી, ભણગોરમાં 60 મીમી અને મોડપરમાં 36 મીમી વરસાદ નોંધાયો હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...