સતત પાંચમાં દિવસે મેઘમહેર:દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, 7 ડેમમાં નવા નિર આવ્યાં

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા શહેરમાં ભારે વરસાદના પગલે શહેરી વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
  • કલ્યાણપૂરમાં સાડા પાંચ, ખંભાળિયામાં પાંચ અને ભાણવડમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. જિલ્લામાં ગઈ કાલે સવારે 6:00 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાકના ગાળા દરમિયાન ચાર તાલુકામાં ચાર ઇંચથી માંડીને છ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા ખાતે નોંધાયો હતો. 24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના 7 ડેમમાં નવા નિરની આવક થઈ છે.

ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા
દ્વારકામાં સવારથી જ બપોર સુધીના ગાળા દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે 24 કલાકમાં અહીં 6 ઇંચ વરસાદ નોંધાતા શહેરી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક અને નગરપાલિકા સામેના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે કલ્યાણપુર તાલુકા મથકે સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકમાં પણ આવી જ રીતે મેઘરાજા વરસી જતા ચોમેર પાણી પાણી થઈ ગયું હતું.
નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
બીજી તરફ ખંભાળિયા ખાતે પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને શહેરના નિચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે જિલ્લાનો સૌથી ઓછો વરસાદ ભાણવડ ખાતે નોંધાયો હતો. ભાણવડમાં 24 કલાકના ગાળા દરમિયાન 4 ઇંચ વરસાદ પડ્યો હતો. 24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના 7 ડેમમાં નવા નિરની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...