જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. કાલાવડ તાલુકાના પ્રવાસે રહેલા કૃષિ મંત્રી ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રથમ વરસાદમાં ન્હાવાની મોજ માણતા જોવા મળ્યા હતા
કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદકાલાવડ તાલુકામાં આજે બપોરના 3 વાગ્યે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદના કારણે બફારાનો સામનો કરી રહેલા લોકોએ રાહત અનુભવી હતી.
કૃષિમંત્રી કાર્યકરો સાથે વરસાદમાં ન્હાવાની મોજ માણીકૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે કાલાવડ તાલુકાના બાવા ખીજડીયા, નાગાજર ,જસાપર, જીવાપર ,ભાયું ખાખરીયા ગામડાના પ્રવાસે ગયા હતા. ત્યારે બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કૃષિમંત્રી ખુશ જોવા મળ્યા હતા. કાલાવડ તાલુકાના ભાજપના આગેવાનો અને યુવા મોરચાની ટીમ સાથે રાઘવજી પટેલે વરસાદમાં ન્હાવાની મોજ માણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.