તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરની સરકારી કોવીડ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. કોવીડ વોર્ડમાં આગ લાગ્યાના પગલે ઘટના સ્થળે દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે 3 દર્દીને બચાવી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હતી. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓએ આગ બુઝાવામાં મદદ કરી હતી. જો કે, સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતાં દર્દી અને ફાયરના જવાનોએ હાશકારો અનુભવ્યો હતો. રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્રએ આ કવાયત હાથ ધરી હતી. રાજકોટની ખાનગી કોવીડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 5 દર્દીના મોત નિપજયા બાદ સફાળી જાગેલી સરકારે રાજયની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ફાયરસેફટીની સુવિધા છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે તો સાથે સાથે સરકારી હોસ્પિટલમાં આગ લાગે તો બચાવ કામગીરી કેમ કરવી તે માટે ખાસ કવાયત હાથ ધરી છે.
આ સ્થિતિમાં રવિવારે જામનગરની જી.જી.ની કોવીડ હોસ્પિટલના વોર્ડમાં સવારે 11 કલાકની આસપાસ આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા અફડાતફડી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોય સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કોવીડ વોર્ડમાંથી 3 દર્દીને બચાવી એબ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ ઓલવવામાં હોસ્પિટલના સુરક્ષાકર્મીઓએ પણ મદદ કરી હતી. જો કે, સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતાં દર્દીઓની સાથે ફાયરના જવાનો તથા હોસ્પિટલ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો.
સમગ્ર કવાયત 1 કલાક અને 40 મિનિટ સુધી ચાલી
શહેરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવીડ હોસ્પિટલમાં રવિવારે સવારે આગની મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોવીડ હોસ્પિટલમાં આગ લાગે તો દર્દીને કેમ બચાવી આગ ઓલવવી તેનું માર્ગદર્શન ફરજ પરના સુરક્ષાકર્મીઓ તથા હોસ્પિટલ સ્ટાફને આપવામાં આવી હતી. આ કવાયત 1 કલાક અને 40 મિનિટ સુધી ચાલી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.