હોસ્ટેલના રૂમમાં આપઘાત:મેડિકલ હોસ્ટેલમાં MBBSના છાત્રનો ગળાફાંસો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક છાત્ર - Divya Bhaskar
મૃતક છાત્ર
  • ઈન્ટરનલ પરીક્ષાની તૈયારી થઈ ન હોવાથી અને મિત્રના મૃત્યુનો આઘાત હોવાનું પ્રાથમિક તારણ
  • ગાંધીનગર જિલ્લાનો વતની હોવાનું ખૂલ્યું: પંખા સાથે કપડુ બાંધી આશાસ્પદ જિંદગીને ગૂંગળાવી દઈ અંત આણ્યો

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા ગાંધીનગર પંથકના વતની એેક વિધાર્થીએ ગુરૂવારે મેડીકલ કેમ્પસની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતકે ઇર્ન્ટનલ ટર્મીનલ પરીક્ષાની તૈયારી થઇ ન હોવાથી ડીપ્રેશનમાં આવી જઇ તથા મિત્રના અકસ્માતમાં મૃત્યુના કારણે લાગી આવતા આ પગલું ભર્યાનુ તારણ મળ્યું છે.

શહેરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસનો પ્રથમ વર્ષનો અભ્યાસ કરતા અને હોસ્ટેલ ખાતે રહેતા સેજાન બાબુભાઇ મન્સુરી (ઉ.વ.19) નામના વિધાર્થી યુવાને ગુરૂવારે બપોરે તેના રૂમ સામે ખાલી રૂમમાં પંખા સાથે કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

સહાધ્યાયીઓને તેની જાણ થયા પછી તબીબી અધિકારીઓ અને પોલીસ સ્થળ પર દોડી ગયા હતા.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડીને સાથી વિધાર્થીઓના નિવેદન નોંધવા સાથે તપાસ શરૂ કરી છે.ભોગગ્રસ્ત તબીબી વિધાર્થી ગાંધીનગર પંથકનો રહેવાસી હતો જેના પરીવારને પણ જાણ કરાઇ છે. પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતકે ઇર્ન્ટનલ ટર્મીનલ પરીક્ષાની તૈયારી થઇ ન હોવાથી ડીપ્રેશનમાં આવી જઇ તથા મિત્રના અકસ્માતમાં મૃત્યુના કારણે લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાનુ તારણ મળ્યુ છે.

મૃતક બે માસ પૂર્વે જામનગરમાં આવ્યો‘તો
મેડીકલ હોસ્ટેલમાં આત્મઘાતી પગલુ ભરનાર ફર્સ્ટ ઇયરનો મૃતક છાત્ર સેજાન લગભગ બે માસ પુર્વે જ એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે આવ્યો હોવાનુ સામે આવ્યુ છે.

એમબીબીએસના મૃતક છાત્રએ આજે કલાસ ભર્યા ન હતા
મૃતક વિધાર્થી ગુરૂવારે સવારે કોલેજે પણ ગયો ન હતો,જેના સહાધ્યાયીએ તેના નજીકના કોઇ મિત્રના મૃત્યુના કારણે મૃતક ડિર્સ્ટબ હોવાથી કલાસમાં ન આવ્યો હોવાનું તબીબી સતાવાળાઓએ જણાવ્યુ હતુ. હોસ્ટેલમાં રહેતા સાથી વિદ્યાર્થીઓને બપોરે રૂમ ખાતે પરત પહોંચ્યા હતા ત્યારે મૃતકના વોલેટ અને મોબાઈલ પણ રૂમમાં જ મળી આવ્યા હોવાનું સુમાહિતગાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ ઘટનાએ વિદ્યાર્થી આલમમાં અરેરાટીસભર ચકચાર જગાવી છે અને મૃતકના આવા આત્મઘાતી પગલા અંગે સહાધ્યાયીઓમાં પણ અવનવા તર્ક વિતર્ક શરૂ થયા છે. દરમિયાનમાં સાચુ કારણ જાણવા માટે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...