માવઠાની આગાહી:જણસોની આવક બંધ: માર્કેટ યાર્ડના સત્તાધીશોનો નિર્ણય

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

રાજયભરમાં 4 માર્ચ સુધી માવઠાની દહેશતના કારણે જામનગર યાર્ડમાં નવી જણસોની આવક બંધ કરાઇ છે. કપાસની ભારી, ઘઉંના બાચકા પણ સ્વીકારવામાં આવશે નહીં. જણસની આવક પુન: કયારે સ્વીકારાશે તેનો નિર્ણય હવે કરાશે.

રાજયના હવામાન વિભાગ દ્વારા 4 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આથી જામનગર માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારથી લસણ, મગફળી, એરંડા, ધાણા, કપાસ, ઘઉં વગેરેની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડમાં હાજર જણસોની હરરાજી થઈ જતાં યાર્ડનું પ્લેટફોર્મ ખાલી કરાવી નાખવામાં આવ્યું છે.

જ્યારે હવે જે માલ ખુલ્લામાં રાખવામાં આવ્યો છે તે વેપારીની માલિકીનો છે. નવી જાહેરાત થાય નહીં ત્યાં સુધી ખેત પેદાશોની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું. ચણાની આવક બંધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...