સારવાર:મોરકંડા વાડી વિસ્તારમાં પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી !

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વરસાદે તબીબની સલાહ લઈ ક્રિટીકલ પ્રસુતિ કરી

જામનગર નજીકના મોરકંડા વાડી વિસ્તારમાં પ્રસુતાની 10 એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાઈ હતી. 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ચાલુ વરસાદે તબીબની સલાહ લઇ ક્રીટીકલ પ્રસુતિ કરી હતી. જામનગર લાલ બંગલા 108 સેવાને ઝરમર વરસાદમાં ગુરૂવારે રાત્રીના 11.48 કલાકે મોરકંડા વાડી વિસ્તારમાં મોતીબેનને ડિલેવરીનો દુ:ખાવો શરૂ થતા કોલ આવ્યો હતો. આથી ઇએમટી વિજયરાજસિંહ અને પાયલોટ મહેન્દ્રસિંહ ઝરમર વરસાદ અને ખરાબ રસ્તો હોવા છતાં મુશ્કેલી પાર કરી ઘટના પર સ્થળ પર પહોંચ્યા હતાં.

જયાં પહોંચ્યા બાદ જોવા મળ્યું કે બાળક બહાર આવી ગયું હતું. હોસ્પિટલ જતા પહેલા ઘટના સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડે તેમ હતી. આથી સિનિયર તબીબની ફોન પર સલાહ લઈને ક્રિટિકલ ડિલેવરી ચાલુ વરસાદમાં ઘટના સ્થળ પર કરી હતી. ડિલેવરી બાદ બાળક, માતાને વધુ સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડયા હતાં. સફળ ડિલેવરી કરાવવા બદલ મહિલાના પરિજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...