સ્થિતિ વિકટ:જામનગર પાસેના ખીજડીયાના ફિલ્ટ્રેશન પ્લાન્ટ તેમજ પમ્પીગ મશીન સહિતની સામગ્રી સંપૂર્ણ પણે ડુબી ગઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમ્પ અને મશીનરીમાંથી પાણી ઉતર્યા બાદ જ તેની મરામત થઇ શકે તેમ હોવાથી સ્થિતિ વિકટ બની
  • પાણી વિતરણ વ્યવસ્થામાં આગામી દિવસોમાં વિક્ષેપ પડશે

જામનગરમાં વરસાદે સર્જેલી ખાનાખરાબી હવે ધીમે-ધીમે સામો આવી રહી છે, જેમાં ભારે વરસાદથી ખીજડીયા પમ્પહાઉસ સહિતના ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું છે. સમ્પનો ફીલ્ટરેશન પ્લાન્ટ સંપૂર્ણ પણે ડુબી ગયો છે તેમજ પમ્પીગ મશીનમાં પાણી ઘૂસી જતાં તેને પણ નુકશાન થયું છે. જેના કારણે આગામી દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થાને અસર થશે.

જામનગર શહેર સહિત તાલુકામાં ભારે વરસાદને કારણે ખીજડિયા બાયપાસ પાસે આવેલ જામ્યુકોનો ખીજડિયા ફીલ્ટરનેશન પ્લાન્ટ અને સંપ પાણીમાં ડૂબી ગયા છે. જેને કારણે જામનગર શહેરમાં પાણી વિતરણમાં પણ વિક્ષેપ ઉભો થયો છે. જેમાં આખો ખીજડિયા સંપ પાણીમાં ગરકાવ થઇ ગયો છે જેને કારણે પમ્પીંગ મશીન રૂમ પાણીમાં ડૂબી જતા નુકસાન થયું છે ત્યારે આ સંપ કાર્યરત થતા સમય લાગી જાય તેમ હોય, શહેરના ઘણાં વિસ્તારોને પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાઈ શકે છે, પાણી ઉતર્યા બાદ સંપ અને મશીનરોનું મરામત કાર્ય હાથ ધરાશે તેમ મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...