તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:મનપાના 9 પટ્ટાવાળાની આંતરિક બદલી કરાઇ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી એક જગ્યા પર રહેલાને બદલાવાયા

જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 5 પટ્ટાવાળા, દાડિયા સહિત 9 કર્મચારીઓની મ્યુનિ. કમિશનરે બદલી કરી છે. વર્ષોથી એક જગ્યા પર રહેલા પટ્ટાવાળાની બદલીથી તેમનામાં કચવાટ ફેલાયો છે. જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પટ્ટાવાળા અને દાડિયાની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

જેમાં હનીફશા ફકીરને આઈસીએસમાં, નીતિનકુમાર પરમારને હાઉસટેક્સમાં, હિતેશકુમાર નંદાને શોપ શાખામાં, રમેશ પરમારને ટીપીઓ શાખામાં, શૈલેષ મકવાણાને સોલિડ વેસ્ટ શાખામાં, શૈલેષ મુંજાલને એસ્ટેટ શાખામાં, સુધીર વારાને સોલિડ વેસ્ટ, રમેશ સોઢાને ફાયર શાખામાં અને વિજય પરમારને ટાઉન હોલ ખાતે ફરજ બજાવવાના હુકમ થયા છે. વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહેલા પટ્ટાવાળા, દાડિયાની બદલીથી કર્મચારીઓમાં કચવાટ ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...