તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર આકરા પાણીએ:મનપાની સિક્યોરીટી શાખાનો ચોકીદાર સસ્પેન્ડ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજા વગર લાંબા સમય સુધી ગેરહાજરી કારણભૂત
  • અધિકારીઓએ ફટકારેલી નોટીસનો ખુલાસો પણ ન કર્યો: કર્મચારીઓમાં ગણગણાટ

જામનગર મહાનગરપાલિકાની સિકયોરીટી શાખાના ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર જાગી છે. અધિકારીઓએ ફટકારેલી નોટીસનો ખુલાસો પણ ન કરતા અને રજા વગર લાંબા સમય સુધી ગેરહાજર રહેતા મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની સિકયોરીટી શાખામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા માંઢાત ઇદ્રીશ ફરજ દરમ્યાન રજા મંજૂર કરાવ્યા વગર લાંબા સમય સુધી ગેરહાજર રહેતા સિકયોરીટી ઓફીસર દ્વારા વખતો વખત આ બાબતે ચોકીદારને નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ ઇદ્રીશે નોટીસનો ખુલાસો કરવાની પણ દરકાર લીધી ન હતી અને ફરજમાં સતત ગેરહાજર રહ્યો હતો.

આટલું જ નહીં તાજેતરમાં મનપાના વહીવટી ભવનના ગેઇટ પર તેની ફરજ હોવા છતાં તેઓ હાજર ન હોય મનપાના સભ્યો ગાયને અંદર લાવી વિરોધ પ્રદર્શિત કરતા ઉપદ્રવના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ફરજમાં રજા વગર સતત ગેરહાજરી સહિતના કારણોસર મનપાએ ચોકીદાર ઇદ્રીશને શુકવારે સસ્પેન્ડ કરતા મનપાન કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...