તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સુવિધા ન મળતા મહિલાઓનો મનપાની કચેરીએ હલ્લાબોલ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જામનગર મનપા - Divya Bhaskar
જામનગર મનપા
 • નીલકંઠ પાર્ક સોસાયટીમાં સમસ્યાથી ભારે રોષ
 • તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

જામનગરની નીલકંઠ પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ, ગટરની સુવિધા ન મળતા રોષિત મહિલાઓ મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવી હતી અને કમિશ્નરને રજૂઆત કરી હતી. જો તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી નિલકંઠ પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય સોમવારના આ વિસ્તારની મહિલાઓ મનપાની કચેરીએ દોડી આવી હતી અને કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યું છે કે, સોસાયટીમાં સાત વર્ષથી ગટર અને રોડની સુવિધા નથી. આ મુદે વખતો વખત મનપામાં રજૂઆતો કરી છે. પરંતુ મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆત કરતા એક જ જવાબ મળે છે કે, ગટરની પાઇપલાઇન નાખી દેવામાં આવશે. ત્યારબાદ રોડનું કામ કરાશે. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. આથી જો તાકીદે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો